શું તમે પણ પુત્ર પ્રાપ્તિ માટે ની આવી અંતરદ્ધા માં માની રહ્યા છો

 

શું તમે પણ પુત્ર પ્રાપ્તિ માટે ની આવી અંતરદ્ધા માં માની રહ્યા છો

કેટલીક ખોટી માન્યતાઓ

 ( ૧ ) અનુભવીનાં પડીકાં લેવાથી પુત્ર જ જન્મે છે

અમદાવાદમાં તેમજ ગુજરાતનાં અન્ય કેટલાંક સ્થળોએ પોતાની જાતને અનુભવી ગણાવનારા લોકો સગર્ભા સ્ત્રીઓને તેમની સગર્ભાવસ્થાના દોઢેક મહિના પછીથી રોજેરોજ લેવાનાં પડીકાં આપે છે , જેથી તેઓને પુત્ર જ થાય . ‘ અનુભવીઓ’ની કડક સૂચના હોય છે કે એક પણ દિવસ ‘ પડીકું ’ લેવામાં ચૂકવાનું નથી . આવાં પડીકાં સાત મહિના સુધી લેવાનાં હોય છે . વધારે પુત્રીઓથી નિરાશ થયેલી અંધશ્રદ્ધાળુ બહેનો અજ્ઞાનને કારણે દોરાધાગાની જેમ આવા નુસખા કરવા પ્રેરાય છે . 

તબીબી વિજ્ઞાને પૂર્ણ રીતે સાબિત કર્યું છે કે પુરુષના વીર્યકોષ અને સ્ત્રીના અંડકોષનું મિલન થતાં પ્રથમ દિવસથી જ એકકોષી ગર્ભમાં બાળકની જાતિ નક્કી થઈ જાય છે . સ્ત્રીમાં બધા જ અંડકોષો ‘ ઍક્સ ’ ક્રોમોઝોમવાળા અને પુરુષમાં ‘ ઍક્સ ’ અથવા ‘ વાય ’ એમ બે પ્રકારના વીર્યકોષો હોય છે . પુરુષનું ‘ ઍક્સ ’ વીર્યકોષ અને સ્ત્રીનું ‘ ઍક્સ ’ પ્રકારનું અંડકોષ ભેગાં થાય તો પુત્રી થાય છે . પુરુષનું ‘ વાય ’ વીર્યકોષ અને સ્ત્રીનું ‘ ઍક્સ ’ અંડકોષ ભેગાં થાય તો પુત્ર જન્મે છે . આમ , ગર્ભ ધારણ થયાના પહેલા દિવસથી જ બાળકની જાતિ નક્કી થઈ ગયેલી હોય છે . પછીથી તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કોઈ પણ રીતે શક્ય નથી . આથી સમજી શકાય કે ગમે તેવાં પડીકાં કે દવા લેવા છતાં બાળકની નક્કી થયેલી જાતિમાં કોઈ ફેરફાર થતો નથી . આ બાબતમાં સ્ત્રીના નહિ પણ પુરુષના શુક્રકોષ જવાબદાર છે . 

પચાસ ટકા સ્ત્રીઓને તો , તેઓ કશું જ ન કરે તો પણ , પુત્ર જ જન્મે છે . પુત્રને જન્મ આપનારી આવાં પડીકાં લેનારી સ્ત્રીથી પ્રભાવિત થઈને અન્ય સ્ત્રીઓ પણ આવાં પડીકાં લેવા આકર્ષાય છે . સાત મહિનામાં એકાદ પડીકું લેવાનું ચૂકી જવાય તો પડીકાં આપનારની નિષ્ફળતા ગણાતી નથી , પણ પડીકાં લેનારની ભૂલ ગણાય છે . આથી સમજી શકાય છે કે પડીકાં લેવાથી પુત્ર જન્મે છે તે માન્યતા સાચી નથી .

શું તમે પણ પુત્ર પ્રાપ્તિ માટે ની આવી અંતરદ્ધા માં માની રહ્યા છો


( ૨ ) વધુ બહેનોવાળી સ્ત્રીઓને વધુ પુત્રીઓ થાય છે . 

કોઈ યુવતી બધી રીતે લાયક હોય તો પણ જો તેને બહેનો વધારે હોય તો તેની સાથે લગ્ન કરતાં કેટલાક યુવકો અચકાય છે . તેઓ એમ માને છે કે તેના કુટુંબમાં વધુ છોકરીઓ હોવાથી તેને પણ વધુ છોકરીઓ જ થશે ! સ્ત્રીના બધા અંડકોષોમાં બે ‘ ઍક્સ ’ ક્રોમોઝોમ હોય છે ; જ્યારે પુરુષના વીર્યકોષ બે પ્રકારના હોય છે : ‘ ઍક્સ ' અને ‘ વાય ’ . પુરુષ અને સ્ત્રીના જનનકોષો એકઠા થાય તેના પરિણામે બંધાતો કોષ ‘ ‘ ઍક્સ - વાય ' અથવા ‘ ઍક્સ - ઍક્સ ’ એમ બે ક્રોમોઝોમવાળો હોય છે . આ રીતે બનેલા બીજમાં બે ‘ ઍક્સ ’ ક્રોમોઝોમ હોય તો તેમાંથી કન્યાનું નિર્માણ થાય છે . પણ જો તેમાં ‘ ઍક્સ ’ અને ‘ વાય ’ ક્રોમોઝોમ હોય તો તેનાથી પુત્રનું નિર્માણ થાય છે . આમ , પુત્ર થશે કે પુત્રી , તેનો આધાર સ્ત્રીના અંડકોષને ફલિત કરનાર પુરુષના શુક્રાણુ વીર્યકોષના પ્રકાર ઉપર છે , કારણ કે સ્ત્રીમાં બધા જ જનનકોષો સરખા ક્રોમોઝોમવાળા હોય છે . સ્ત્રીની કૂખે પુત્ર કે પુત્રી ઉત્પન્ન થવાનું કારણ પુરુષના વીર્યકોષ છે . એટલે , વધુ બહેનોવાળી સ્ત્રીને વધુ પુત્રીઓ જ થાય છે એ માન્યતા ખોટી છે . 

શું તમે પણ પુત્ર પ્રાપ્તિ માટે ની આવી અંતરદ્ધા માં માની રહ્યા છો


( ૩ ) પ્રસૂતિની પીડા અસહ્ય હોય છે . 

પ્રસૂતિ વખતે સ્ત્રીને શુંનું શું થઈ જતું હશે , એમ કેટલાંક વિચારતાં હોય છે . પ્રસૂતાના નિતંબનું હાડકું નાનું હોય , બાળક મોટું હોય કે અન્ય કારણોસર સૂવાવડ લંબાતી હોય અથવા પ્રસૂતા ઢીલી હોય તો તે વિચાર્યા વિના કહી દે છે : ‘ ડૉક્ટરસાહેબ , આના કરતાં તો ઑપરેશન કરીને બાળકને લઈ લો . ' આ બધા ઉપરથી એવી સામાન્ય માન્યતા બંધાય છે કે પ્રસૂતિની પીડા અને પ્રસૂતિ એક ખૂબ જ દુ : ખદ અનુભવ હોવો જોઈએ . કહેવત પણ છે કે , ‘ પ્રસૂતિની પીડા તો જણનારી જ જાણે ! ’ જો ખરેખર આવું જ હોય તો મોટાભાગની સ્ત્રીઓ બીજી સુવાવડ થવા જ ન દે . સુવાવડ વખતનાં ગર્ભાશયનાં સંકોચન ખૂબ જ જોરદાર હોય છે . બાળકના આગમન વખતે ચામડી વગેરે ખેંચાઈ , ચિરાઈ કે ફાટી જાય છે . આમ છતાં મોટાભાગની પ્રસૂતાઓ સંમત થાય છે કે આ દર્દ પણ સહનશક્તિની મર્યાદામાં અને કોઈક વાર તો નજીવું જ હોય છે .

દરેક સ્ત્રીને બાળકની માતા બનવાની ઇચ્છા સહજ અને ઉત્કટ હોય છે . આ પ્રસંગ સ્ત્રીઓના જીવનનો એક અમૂલ્ય અવસર ગણાય છે . પ્રસૂતિ વખતના દર્દ માટે સ્ત્રીઓની અગાઉથી જ માનસિક તૈયારી પણ હોય છે . તેથી મોટાભાગની સ્ત્રીઓ હસતા મોંઢે , રડયા વિના કે બૂમો પાડયા વગર પીડા સહન કરે છે અને પીડાની જાણે પરવા જ ન હોય તેમ , જન્મનાર બાળક પુત્ર છે કે પુત્રી તે જાણવા કે જોવા સુવાવડના ટેબલ ઉપર બેઠી થઈ જાય છે . વર્તમાન યુગમાં તો સુવાવડ પહેલાંની સારવાર , કસરતો , ડૉક્ટરી તપાસ , પ્રસૂતિવિષયક સમજણ , આધુનિક સગવડો વગેરેના કારણે પ્રસૂતિ બહુ સહજ અને સરળ બની ગઈ છે . દરેક સ્ત્રી માટે તે આનંદનો રોમાંચક અને યાદગાર પ્રસંગ બની રહે છે .


વધુ નવું વધુ જૂનું

સંપર્ક ફોર્મ