શું ઇચ્છા મુજબ છોકરા અથવા છોકરીને જન્મ આપી શકાય છે ?  Can a boy or a girl be born as desired?

 

શું ઇચ્છા મુજબ છોકરા અથવા છોકરીને જન્મ આપી શકાય છે ?

શું ઇચ્છા મુજબ છોકરા અથવા છોકરીને જન્મ આપી શકાય છે ? સગર્ભા સ્ત્રી છોકરાને જન્મ આપશે કે છોકરીને તે પુરુષના શુક્રાણુ નક્કી કરે છે . છોકરાનું નિર્માણ કરનાર શુક્રાણુને એન્ડોશુક્રાણુ ’ અને છોકરીનું નિર્માણ કરનાર શુક્રાણુને ‘ ગાયનોશુક્રાણુ ’ કહે છે . ગર્ભાધાનની મહત્તમ શક્યતા : અફલિત અંડકોષ અંડાશય અને ગર્ભાશયને જોડતી અંડવાહિની ( ફેલોપિયન નલિકા ) માં પ્રવેશ્યા પછી શુક્રાણુ ૪૮ કલાક જીવિત રહે છે . અંડાશયમાંથી અંડકોષ બહાર પડે તે જ દિવસે ફલિત થાય છે . અંડકોષ ૧૨ થી ૨૪ કલાક જીવિત રહે છે એ દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા સૌથી વધુ રહે છે . અંડકોષ બહાર પડવાનો સમય : માસિક આવ્યાનો પહેલો દિવસ ગણીએ તો તે દિવસ પછી ૧૩ માથી ૧૭ મા દિવસો વચ્ચે અને મોટેભાગે ૧૪ મા દિવસે અંડકોષ બહાર પડે છે . જ્યારે અંડકોષ બહાર પડે છે ત્યારે શરીરનું ઉષ્ણતામાન લગભગ ૧ ડિગ્રી ફેરનહાઇટ વધે છે અને તે માસિક આવે ત્યાં સુધી વધેલું જ રહે છે . ( મોં ધોવાથી , નાસ્તો - પાણી કરવાથી , નહાવાથી ઉષ્ણતામાનમાં થોડો ફરક પડે છે . ) આથી રોજ પથારીમાંથી ઊઠતાં પહેલાં થરમૉમિટર વડે ઉષ્ણતામાન માપવાથી અંડકોષ બહાર પડવાનો ચોક્કસ દિવસ જાણી શકાય છે .

 પુત્રની ઇચ્છાવાળાએ આટલું કરવું :

 ( ૧ ) અંડકોષ બહાર પડે તે જ સમયે કે તેના નજીકના સમયે સંભોગ કરવો . છોકરાનું નિર્માણ કરનાર એન્ડોક્રાણુ ગાયનોશુક્રાણુ કરતાં આગળ રહે છે . આથી ફેલોપિયન ટ્યૂબમાં પ્રવેશેલા અંડકોષને ફલિત કરવા એન્ડોશુક્રાણુ પહેલાં પહોંચે છે . 

( ૨ ) દરેક વખતે સંભોગ કરવાની થોડી મિનિટો પહેલાં બે ચમચા બેકિંગ સોડાને એક લોટા પાણીમાં નાખી તેનો ડુશ યોનિમાર્ગ દ્વારા સ્ત્રીને આપવો .આનાથી નિર્માણ થતું આલ્કલીયુક્ત વાતાવરણ એન્ડોશુક્રાણુને ખૂબ જ અનુકૂળ આવે છે . 

( ૩ ) માસિક શરૂ થાય ત્યારથી જ સંભોગ સંપૂર્ણ બંધ રાખવો અને ઉપર ( ૧ ) માં દર્શાવેલા સમયે જ કરવો જેથી ફેલોપિયન ટ્યૂબમાં છોકરીનું નિર્માણ કરનાર ગાયનોશુક્રાણુ ક્વિચત્ રહી જઈને અંડકોષને ફિલત કરી ન શકે . 

પુત્રીની ઇચ્છાવાળાએ આટલું કરવું :

 ( ૧ ) અંડકોષ બહાર પડચાના બે - ત્રણ દિવસ પહેલાં સંભોગ બંધ કરી દેવો . છોકરીનું નિર્માણ કરનાર ગાયનોશુક્રાણુ એન્ડોશુક્રાણુ કરતાં વધુ શક્તિશાળી - વધુ જીવનશક્તિવાળા હોવાથી લાંબો સમય જીવિત રહે છે . આથી અંડકોષ આવે ત્યારે ગાયનોશુક્રાણુ જ જીવિત હોય તેવી શક્યતા મહત્તમ રહેતી હોઈ છોકરી થવાની શક્યતા વધુ રહે છે . 

( ૨ ) વીનેગાર ( એસેટિક ઍસિડ ) જેવા ઍસિડિક પ્રવાહી કે ખટાશવાળા પાણીનો ડુશ આપવાથી છોકરી થવાની શક્યતા વધી જાય છે . આનું કારણ એ છે કે અમ્લતા છોકરાનું નિર્માણ કરનાર એન્ડોશુક્રાણુને ગતિ વગરના અને સ્થગિત કરી નાખે છે . જ્યારે છોકરીનું નિર્માણ કરનાર ગાયનોશુક્રાણુને ગતિ ગુમાવતાં વાર લાગે છે . જેથી અંડકોષને ફલિત કરવા માટે તેમને વધુ સમય અને શક્યતા મળે છે . 

( ૩ ) અંડકોષ બહાર પડે તેના બે કે ત્રણ દિવસ સુધી સંભોગ ચાલુ રાખવો જોઈએ અને ઉપર ( ૧ ) માં જણાવ્યા મુજબ વર્તવું જોઈએ . જેમ શુક્રાણુની સંખ્યા ઓછી હોય તેમ છોકરી ઉત્પન્ન થવાની શક્યતા વધે છે . આ પ્રમાણે કરવાથી ઓછા શુક્રાણુ પ્રાપ્ય રહે છે .

 વળી ઉપર ( ૧ ) માં દર્શાવ્યા મુજબ છોકરીનું નિર્માણ કરનાર ગાયનોશુક્રાણુ જ જીવિત રહેવાની શક્યતા વધે છે . ઇચ્છા મુજબ છોકરો અથવા છોકરીને જન્મ આપવાની મહત્તમ શક્યતા માટે ઉપરની ( અ ) અને ( બ ) એ બન્ને કૉલમોને સમજી લેવાનું જરૂરી છે . આમ , છોકરાની ઇચ્છાવાળાં દંપતીએ ( અ ) કૉલમ અમલમાં મૂકીને ( બ ) કૉલમના સંજોગો ટાળવા માટે સોડાબાયકાર્બનો ડુશ આપી આલ્કલીયુક્ત વાતાવરણ ઊભું કરવું . આ યુક્તિઓ પુત્ર અથવા પુત્રીની શક્યતા વધારે છે ; જો કે તે પૂરેપૂરી ખાતરી આપતી નથી .

બાબો કે બેબી બાળકની જિત ( સેક્સ ) જાણવામાં અલ્ટ્રાસાઉન્ડ મહત્ત્વનો ભાગ ભજવે છે . ૨ મહિને કોરિયોન બાયોપ્સીની પદ્ધતિ વડે ગર્ભાશયમાંથી કોરિયોન તરીકે ઓળખાતા કોષો લેવાય છે . આ પદ્ધતિમાં અલ્ટ્રાસાઉન્ડની મદદ વડે ખાસ બાયોપ્સી સોય વડે કોરિયોન ફ્રન્ડોઝમમાંથી જરૂરી પદાર્થ મેળવીને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે તેમજ આ પદ્ધતિથી બાળકમાં રહેલી કુદરતી ખોડખાંપણ પણ જાણી શકાય છે . ૩ થી ૪ મહિને ઍમ્નીઓસિટેસિસ વડે ગર્ભાશયના બાળકની ફરતે રહેલું પ્રવાહી ખેંચી તેની સાથે આવતા કોષોની તપાસ થાય છે . આ કોષો બાળકની ચામડીમાંથી છૂટા પડેલા હોય છે . ૫ મહિના પછી ફક્ત સોનોગ્રાફી વડે અલ્ટ્રાસાઉન્ડનાં મોર્જા દ્વારા ટી . વી . જેવા સાધન ઉપર આખા ગર્ભનું નિરીક્ષણ થાય છે . એમાં પુરુષ જનન અવયવો ઓળખાતાં બાળકની જાતિનું નિદાન થાય છે . સોય વડે પાણી લઈને ૪ મહિને કરવામાં આવતી તપાસની પહિત ( ઍમ્નીઓસિટેસિસ ) કરતાં આ ઘણી ચઢિયાતી પદ્ધતિ છે . 

શું ઇચ્છા મુજબ છોકરા અથવા છોકરીને જન્મ આપી શકાય છે ?


 કોરિયોન બાયોપ્સીના ફાયદા : 

* આ પઠિત બહુ સરળ છે . ઍમ્નીઓસિટેસિસ કરતાં એમાં ૬ અઠવાડિયાં વહેલી જાણકારી મળે છે . માનસિક અને સામાજિક પરિતાપથી મુક્તિ મળે છે . 

* તદ્દન ખાનગી રહી શકે છે .  હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી . . શીશી સૂંઘાડવાની જરૂર પડતી નથી . ખોડવાળું બાળક જણાય તો ક્યુરેટિંગ થઈ શકે છે.

શું ઇચ્છા મુજબ છોકરા અથવા છોકરીને જન્મ આપી શકાય છે ?


સોનોગ્રાફી ( અલ્ટ્રાસાઉન્ડ ) : 

આ એક આધુનિક નિદાનપદ્ધતિ છે . તેના વડે ટી.વી. જેવા પડદા ઉપર ગર્ભાશય , બાળક , અંડબીજ તથા તેને લાગતી તકલીફો વિષે નિદાન થઈ શકે છે . આ તપાસથી બાળક તથા માતાને નુકસાન થતું નથી .

ગર્ભાવસ્થામાં શું જાણી શકાય ?

 ( ૧ ) ગર્ભ છે કે નહિ ? 

( ૨ ) ગર્ભનું પોષણ બરાબર થાય છે કે નહિ ?

 ( ૩ ) ગર્ભ , ગર્ભાશયની અંદર છે કે બહાર ( એક્ટોપિક ) ?

 ( ૪ ) ગર્ભાશયમાં એક બાળક છે કે વધારે ?

 ( ૫ ) બાળક કેટલા મહિનાનું થયું ? 

( ૬ ) બાળક ઊંધું છે , સીધું છે કે આડું તે જાણી શકાય . ક્યારેક તેનું કારણ પણ જાણી શકાય છે .

 ( ૭ ) બાળકની જાતિ ( બાબો કે બેબી ) વિષેની માહિતી મેળવી શકાય છે . ( ૮ ) ખોડ - ખાંપણવાળું બાળક : જ્યારે પહેલું બાળક ખોડવાળું હોય અથવા નજીકના સગામાં બાળક ખોડવાળું હોય અથવા ગર્ભની શરૂઆતમાં નુકસાનકારક દવાઓ લીધી હોય ત્યારે ગર્ભનું થયેલું નુકસાન જાણી શકાય છે .

 ( ૯ ) લોહી પડતું હોય ત્યારે ઓર ( પ્લેસન્ટા ) ની ગર્ભાશયમાં સ્થિતિ અર્થાત્ ઓરનું સ્થાન , ગર્ભાશયના મુખ આગળ હોવું અને લોહીવા થવો વગેરે જાણી શકાય . 

( ૧૦ ) બાળકના નાળડા ( એમ્બેલીકલ કોર્ડ ) ના બાળક ફરતે વીંટાયેલા આંટા તથા ખામી જાણી શકાય . હોય ) . 

ગર્ભાવસ્થા સિવાય બીજું શું નિદાન થઈ શકે ?

 ( ૧ ) ગર્ભાશયની સ્થિતિ , ખોડ તથા માપ ( નાનું હોય અથવા અવિકસિત ( ૨ ) ગર્ભાશયમાં ગાંઠ હોય તો જાણી શકાય .

 ( ૩ ) પેટની , પેઢાની તથા અંડબીજની થેલીની ગાંઠો તથા કૅન્સરની ગાંઠ વિષે જાણકારી મેળવી શકાય .

 ( ૪ ) બાળક ન થતું હોય તો સ્ત્રીબીજના વિકાસનો અભ્યાસ થઈ શકે , જેનાથી ચોક્કસ પરિણામ આવી શકે છે . 

( ૫ ) આંકડી ( કોપર ટી ) કે સિલ્વર રિંગની તપાસ , એટલે કે તે તેની મૂળ જગ્યાએ છે કે ખસી ગઈ છે તે જાણી શકાય છે .

વધુ નવું વધુ જૂનું

સંપર્ક ફોર્મ